The Crystal Wings Race

આજે ક્રિસ્ટલ વિંગ્સ રેસ છે – ફેરીલૅન્ડની સૌથી મોટી, સૌથી ઝડપી અને સૌથી અઘરી રેસ!

રિયા (સિલ્વર પરી) અને ટીયા (સોન પરી) બધાંની ફેવરીટ અને એકબીજાની સૌથી મોટી દુશ્મન! “હું સૌથી સારું ઉડી શકું!” રિયા એ કહ્યું. “ના, હું જ બેસ્ટ છું !” ટીયાએ કહ્યું.

એ બંને હંમેશા એકબીજાને હરાવવાનો જ પ્રયત્ન કરે. રિયા ઝડપથી ઉડે તો ટીયા એની કરતાં વધુ ઝડપી ઉડે. એટલી સ્પર્ધા કે બીજા બધા ભાગ લેનાર તો બહુ પાછળ રહી જાય!

ફેરી રાણી એમને યાદ અપાવે છે: “રેસ મજા માટે હોય છે,” એમણે કહ્યું કે, “હાર- જીત એ તો રમતનો એક ભાગ છે.” કંઈ સાંભળવું જ ન હોય એમ, રિયા અને ટીયા બન્ને નજર ફેરવી લે છે.

સિલ્વર લાઈટની ઝડપે દોડી રહી હોય તેમ રિયા વહેલી સવારમાં પ્રેક્ટીસ કરે છે. ગોલ્ડન ફાયરની જેમ ટીયા રાત્રે પ્રેક્ટીસ કરે છે. બંને એકબીજાને જોઈને એવું વિચારે છે, “ એ નબળી નથી, પણ હું હજી વધારે સારું કરીશ અને જીતીશ.” બંને એકબીજાને જુવે છે અને એકસરખું વિચારે છે, “ એ નબળી નથી પણ હું હજી પણ સારું કરીશ અને જીતીશ.”

રેસનો દિવસ… બધી પરીઓ લાઈનમાં… અને સીટી વાગતા જ ! રિયા ઝટકા સાથે આગળ ધસી જાય છે. ટીયા ઝડપથી એની બાજુમાં ધસી આવે છે. તેઓ હવામાં અથડાય છે, ફરે છે અને એકબીજાને તીક્ષ્ણ નજરે જુએ છે.

અચાનક – “કબૂમ !!!” એક કાળું તોફાની વાવાઝોડું દેખાયું ! ઘોર વાદળો સાથે પવન હાહાકાર કરે છે ! પરીઓ ચીસ પાડીને આમતેમ થઈ જાય છે !

એક મોટો વંટોળ રિયાને એકબાજુ ઉછાળી દે છે. બીજો વંટોળ ટીયાને નીચે ગોળ ફેરવી દે. બન્ને ઝડપથી પડી રહી છે… ખૂબ જ ઝડપથી!

આ ચેલેન્જને રિયા એક તક તરીકે જુવે છે, અને પોતે સ્થિરતાથી આગળ નીકળી જાય છે. તેણે જોયું કે ટીયા રસ્તામાં પડી રહી છે… તેમ છતાં રિયા તેને ઈગ્નોર કરવાનો પ્રયત્ન કરતાં કરતાં આગળ ઉડે છે. ઓહ! હું ફિનિશ લાઈન જોઉં છું, પણ મેં તેને જોઈ નથી એવું નાટક કેવી રીતે કરી શકું!

“ટીયા …!” રિયા પાછી નીચે ડાઇવ કરે છે! એ ટીયાનો હાથ પકડે છે. “મજબૂત રીતે પકડ!” રિયા બૂમ પાડે છે. “તું આગળ વધ અને જીતી જા, આ તને ચાન્સ મળ્યો છે!” ટીયા હાંફતા કહે છે. “યોગ્ય પ્રતિસ્પર્ધી વિના જીતવાની શું મજા!” રિયા એને ખેંચી લે છે.

તેઓ બીજી નાની પરીઓને તોફાનમાંથી બહાર કાઢે છે. રિયા અને ટીયા લગભગ એકસાથે જમીન પર ઉતરે છે. “સારી રેસ હતી! પણ નેક્સ્ટ ટાઈમ હું જીતીશ!” રિયા કહે છે. “હું તારી સામે હારવાની નથી!” ટીયા જવાબ આપે છે.

રાણી ગર્વથી જાહેર કરે છે: “જીતવાની ઈચ્છા હોવી એ સારૂ છે. સ્પીડી વિંગ્સ (પાંખો) હોવા એ સારૂ છે… પણ હેલ્પીંગ વિંગ્સ (પાંખો) સૌથી ઉત્તમ! આજે બંને જીત્યા – ટાઈ!” રિયા અને ટીયા એકબીજાને તાળી આપી અને વિંગ-પિંકી પ્રોમિસ કરે છે કે હવે પછીની રેસ આનાથી પણ વધુ જોરદાર કરશે!

Previous Previous