લોકોને મદદરૂપ થવાનો ગુણ

અંબાલાલને લોકોના કામમાં મદદરૂપ થવામાં કે એમને જોઈતી ચીજ વસ્તુઓ લાવી આપવામાં ખુબ આનંદ થતો.

એક દિવસ એમની માતાએ એમને બજારમાંથી થોડા શાકભાજી લાવી આપવા કહ્યું હતું.

એમણે વિચાર્યું કે, થોડા શાકભાજી લાવવા માટે આટલું બે માઈલ ચાલીને જવાનું જ છે તો પાડોશીઓને પણ પૂછી જોવું કે એમને બજારમાંથી કંઈ જોઈએ છે કે નહીં.

જેથી એ લોકોને બજારમાં જવું ના પડે અને એમનું કામ પણ પતી જાય. નાનપણથી જ અંબાલાલ બધાને સુખ આપવામાં માનતા હતા. “જે કોઈ પણ મને મળે એને સુખ મળવું જ જોઈએ”, એ તેમના જીવનનો ધ્યેય હતો.”

Previous Previous
Nextnext