જ્ઞાનીની છાયા

આધ્યાત્મિક વિકાસ: બાળકો અને યુવાનોની પ્રવૃત્તિઓ

જ્ઞાનીની છાયામાં (GNC) એટલે કે જ્ઞાનીના આશ્રય હેઠળ, દાદા ભગવાન ફાઉન્ડેશન (DBF)માં એક ખાસ વિભાગ છે, જેની સ્થાપના 2008માં ફક્ત બાળકો અને યુવાનો માટે કરવામાં આવી હતી. GNC દ્વારા વિવિધ વય જૂથો માટે આપવામાં આવતી પ્રવૃત્તિઓની એક ઝલક અહીં છે:

BMHT

BMHT (બેબી મહાત્મા)

ફાઉન્ડેશનનું નિર્માણ

4 થી 7 વર્ષ

BMHT માટેનો ફાઉન્ડેશન પ્રોગ્રામ કોઈપણ જીવમાત્રને નુકસાન ન પહોંચાડવાના મૂળભૂત મૂલ્યોને પ્રેરણા આપે છે અને તેમને ભગવાનનો પરિચય કરાવવા, વિવિધ પ્રાર્થનાઓ, આરતી અને તહેવારોની ઉજવણી દ્વારા કરાવવામાં આવે છે.

કાર્યક્રમમાં નીચેના ગુણોનો સમાવેશ થાય છે:

  • શેરીંગ અને કેરીંગ
  • ક્ષમા
  • જ્ઞાનીનો પરિચય
  • ટેવ નિર્માણ
  • પ્રામાણિકતા
  • માતાપિતા અને વડીલોનો આદર કરવો

શીખવાની રીતો

સંવેદનાત્મક રમત

ટેક્સચર, ધ્વનિ અને ગંધની ઓળખ દ્વારા તેમની આસપાસની દુનિયા સાથે પરિચિત કરાવવું.

આર્ટ એન્ડ ક્રાફ્ટ

તેમની અંદર સર્જનાત્મકતા પ્રગટ કરવી જે એકબીજા પ્રત્યે શેરીંગ અને આભાર વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

સ્ટોરીટેલીંગ

સકારાત્મક સંદેશાઓ સાથે સર્જનાત્મક કથાઓ.

પ્રાર્થના પાઠ

ભગવાન સાથે જોડાણ બનાવવાની આદતના ભાગરૂપે સરળ પ્રાર્થનાઓનો પરિચય કરાવવો.

નૃત્ય અને હલનચલન

સર્જનાત્મક હલનચલન પ્રવૃત્તિઓ દ્વારા આનંદદાયક અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવું.

પિકનિક અને શારીરિક રમતો

ગ્રુપમાં સામાજિક કૌશલ્યોનું નિર્માણ.

ઓડિયો વિઝ્યુઅલ

ટૂંકી એનિમેટેડ વાર્તાઓ અને ક્લિપ્સ જે સદગુણોને સમજવામાં મદદ કરે છે.

LMHT

LMHT (લિટલ મહાત્મા)

ઊંડાણપૂર્વકનું સંશોધન

૮ થી ૧૨ વર્ષ

અભ્યાસક્રમ બાળકોને રોજિંદા જીવનમાં મદદ કરતી વ્યવહારુ ચાવીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હૃદયસ્પર્શી વાતાવરણ તેમના હૃદયને ખીલવે છે અને તે તેમને પોતાના વર્તનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.

આ કાર્યક્રમમાં નીચેના ગુણોનો સમાવેશ થાય છે:

  • પ્રામાણિકતા
  • ક્ષમા
  • સ્વસ્થ મિત્રતા
  • જ્ઞાનીની જીવનયાત્રાના મૂલ્યો
  • સેવાનું મહત્વ
  • માનવતાનો સિદ્ધાંત
  • પોતાના માટે અને પરિસ્થિતિઓ માટે સકારાત્મકતા
  • માતાપિતા અને શિક્ષકોનું મૂલ્ય

શીખવાની રીતો

ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ

જિજ્ઞાસાવૃત્તિ જગાડવા અને આધ્યાત્મિક વિચારો સાથે પરિચય કરાવવા માટે મનમોહક વાર્તાઓ અને એનિમેશનનો ઉપયોગ.

ઈન્ટરેક્ટિવ રમતો અને ક્વિઝ

ટીમ વર્ક અને સકારાત્મક સ્પર્ધાને પ્રોત્સાહન આપવું અને અન્યની પ્રશંસા કરવી જેવા વિવિધ જીવન કૌશલ્યોને આ પ્રોસેસમાં સમાવેશ કરાયેલ છે.

ફિલ્ડ ટ્રીપ્સ

વૃદ્ધાશ્રમ, અનાથાલયો, અંધ બાળકોના ઘરોની મુલાકાત જેવા અર્થપૂર્ણ પર્યટન દ્વારા વિવિધ કલ્ચર અને આધ્યાત્મિક અનુભવો મેળવે છે.

વિજ્ઞાન પ્રયોગો

આધ્યાત્મિક વિજ્ઞાનને સમજવા માટે પરિણામોનું વિશ્લેષણ કરવાની મનોરંજક રીત.

YMHT

YMHT (યુવા મહાત્મા)

વ્યક્તિત્વ અને ધ્યેયને અપનાવવા

૧૩ થી ૨૧ વર્ષ

યુવાનો માટે રચાયેલ અભ્યાસક્રમ જેમાં આપ્તસંકુલના સભ્યો સાથે વ્યક્તિગત માર્ગદર્શન અને વાતચીતથી યુવાનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે, જે તેમને પહેલા કરતા વધુ મજબૂત અને દ્રઢ બનાવે છે. તેમને વર્ષમાં બે વાર પૂજ્યશ્રી દીપકભાઈ સાથે સીધી વાતચીત કરવાની એક અદ્ભુત તક પણ મળે છે, જેનાથી તેઓ ગાઢ અનુસંધાન અનુભવી શકે છે અને તેમનો આધ્યાત્મિક રીતે વિકાસ કરે છે.

અભ્યાસક્રમ નીચેના વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે:

  • પરિવાર અને સહાધ્યાયીઓમાં સંઘર્ષનું નિરાકરણ.
  • સ્વ-વિકાસ માટે ઈર્ષ્યા, સ્પર્ધા, સ્વ-નકારાત્મકતા અને અસંતુલિત જીવનનું નિરાકરણ.
  • માનવ જીવનનો હેતુ: બીજા માટે વિચારો, માનવતા, બીજાની નિઃસ્વાર્થ સેવા, ખુશી ફેલાવો.
  • પૂજ્ય દાદાશ્રીના અક્રમ વિજ્ઞાનના કન્સેપ્ટને સમજવું, જે જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

શીખવાની રીતો

ગ્રુપ ડીસકશન

નૈતિક દ્વિધાઓ, સામાજિક મુદ્દાઓ અને આધ્યાત્મિક પ્રશ્નો વિશે ખુલ્લી અને પ્રામાણિક વાતચીત પ્રદાન કરે છે.

ટીમ-નિર્માણ પ્રવૃત્તિઓ

પડકારોનો સામનો કરીને સહયોગ, સંદેશાવ્યવહાર અને સંઘર્ષના નિરાકરણને પ્રોત્સાહન આપવું.

પેનલ ઈન્ટરવ્યુ

વિવિધ જીવન વિષયો પર તેમના અનુભવો અને આંતરદૃષ્ટિ શેર કરવા માટે નિષ્ણાતો અને કમ્યૂનિટિ લીડર્સને આમંત્રિત કરવા.

પ્રેક્ટીકલ સેવા પ્રોજેક્ટ્સ

આ સેવા પ્રવૃત્તિઓ એવી સમજને પ્રોત્સાહન આપે છે કે સાચી ખુશી ભૌતિક સંપત્તિથી નહીં પણ અન્યની સેવા કરીને અંદરથી આવે છે.

ઓડિયો વિઝ્યુઅલ

પ્રેરણાદાયી અને પ્રેરક ક્લિપ્સ દ્વારા અમે નૈતિક સ્પષ્ટતા, સમસ્યાનું નિરાકરણ કરવાની કુશળતા અને સાથીદારો અને પરિવાર સાથે સકારાત્મક સંબંધોને કેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

અન્ય પદ્ધતિઓ

વ્યવહારુ પ્રવૃત્તિઓ, રમતો, પ્રયોગો, ભૂમિકા ભજવવી(ડ્રામા) અને મોડેલ બનાવવા.

અન્ય પ્રવૃત્તિઓ

સુખની દુકાન

‘સ્ટોર ઓફ હેપીનેસ’ એ પરમ પૂજ્ય દાદાશ્રીના વિજ્ઞાન પર આધારિત સુખના રહસ્યો ઓળખવાની ઉત્તમ જગ્યા છે. મુલાકાતીઓ થીમ-આધારિત ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શનો, પપેટ શો, એનિમેશન ફિલ્મો, ઈન્ટરેક્ટિવ રમતો, આઉટડોર રમતો અને બીજું ઘણું બધું મેળવે છે.

દર વર્ષે 1,00,000 થી વધુ મુલાકાતીઓ આ અદ્ભુત સ્થળની મુલાકાત લઈને સુખના રહસ્યો શીખે છે.

સીમંધર સીટી, ત્રિમંદિર, અડાલજ ખાતે 'સુખની દુકાન’ ની મુલાકાત લો અને તમારો પોતાનો ‘સ્ટોર ઓફ હેપીનેસ’ ખોલો.

વધુ વિગતો અને માહિતી માટે, અમારો સંપર્ક કરો - 9328661166, 9328661177, 07935002100

બાલ વિજ્ઞાન

બાલ વિજ્ઞાન એ આજની પેઢી માટે આનંદ, જ્ઞાન અને શિક્ષણનો ખજાનો છે. તેનો ઉદ્દેશ્ય પુસ્તકો, ભક્તિ ગીતો, બાળકો અને યુવાનોની વેબસાઇટ, બાળકો અને યુવાનો માટેના માસિક મેગેઝિનો અને રમતોના માધ્યમથી રસપ્રદ રીતે સાચી સમજણ પહોંચાડવાનો છે. આ બધા સંસાધનો અદ્ભુત આંતરદૃષ્ટિથી ભરેલા છે જે આજની પેઢીને જીવનના દરેક પગલા પર પ્રતિકૂળતા અને પડકારોનો સામનો કરી સકારાત્મક અને સ્થિર રહેવા માટે સક્ષમ અને સશક્ત બનાવે છે. સુખી જીવનના દરવાજા ખોલવા માટે તમારું પ્રથમ પગલું ભરો.

પપેટ શો

લાઇટ્સ, પડદા, એક્શન! રંગબેરંગી પપેટ શોમાં જોડાઓ! અમારા જીવંત પપેટ શો બાળકોના સ્તરે અર્થપૂર્ણ સંદેશા પહોંચાડતી વખતે યુવાનોના હૃદયને આનંદિત કરે છે.

રવિવારે સાંજે અને જન્માષ્ટમી, પરમ પૂજ્ય દાદાશ્રીની જન્મજયંતી, ગુરુ પૂર્ણિમા વગેરે જેવા મુખ્ય કાર્યક્રમો દરમિયાન અડાલજ ત્રિમંદિરમાં અમારા લાઇવ શો જુઓ. કઠપૂતળીઓને તમને મંત્રમુગ્ધ કરવા દો!

શાળા મુલાકાત

નિષ્પક્ષપાતિ ત્રિમંદિર (એક બિન-સાંપ્રદાયિક મંદિર) આજના સમયની અજાયબી છે. ત્રિમંદિરમાં, જૈન ધર્મ, શૈવ ધર્મ અને વૈષ્ણવ ધર્મના ભગવાનને (અન્ય ધર્મોના દેવતાઓ સાથે) સમાન આદર આપવામાં આવે છે. નિષ્પક્ષતાના પ્લેટફોર્મ પર ધર્મને એક કરવાના દાદા ભગવાનના ઉદ્દેશને પૂર્ણ કરવા અને આજના યુવાનોમાં આ મૂલ્યોને રોપવા માટે ત્રિમંદિર શાળા મુલાકાત (TSV) શરૂ કરવામાં આવી હતી.

દર વર્ષે આશરે 750 શાળાઓ, 5000 શિક્ષકો અને 60,000 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લે છે.

શાળાના બાળકો સાથે ત્રિમંદિર જોવા માટે, અમને 079 39830100 પર કૉલ કરો!

ચિલ્ડ્રન્સ પાર્ક

ચિલ્ડ્રન્સ પાર્ક એ પરમ પૂજ્ય દાદા ભગવાનની જન્મજયંતી (જન્મદિવસ) ઉજવણી દરમિયાન વાર્ષિક ધોરણે યોજાતા મુખ્ય આકર્ષણોમાંનું એક છે. આ સમગ્ર વિશ્વ નાનાઓ અને મોટાઓ બંને માટે ખુશી અને સકારાત્મકતાથી ભરેલું છે. થીમ-આધારિત પ્રદર્શનો, પ્લે ઝોન, પપેટ શો, એનિમેશન ફિલ્મો, તેમની પ્રતિભા દર્શાવવા માટે એમ્ફીથિયેટર અને અન્ય ઘણી ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ જેવા વિવિધ વિભાગો માટે અલગ ડોમ્સ બનાવવામાં આવ્યા છે. દર વર્ષે મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને તેમના પરિવારો આનંદનો અનુભવ કરવા માટે આ પાર્કની મુલાકાત લે છે.

Videos Experiences

Read Experiences

Risha Kurani

Through games and fun activities of LMHT sessions, I used to get many keys of Dada's Gnan which helped me to overcome the problems...

Read More

Jasvi

મારું નામ જસ્વી આચાર્ય છે. હું Little MHT રાણીપ સેન્ટરમાં જાઉં છું અને હું kids website જોતી રહું છું. એમાં stories, games & puppe...

Read More

Hetav

When I was in LMHT, I learned to stay positive, fearless, respect my parents and teachers, and not to harm any living being. Throu...

Read More

Aarya

Little MHT સેશનમાં મને ઘણું બધું જાણવા મળે છે જેમ કે, જાદુઈ ચશ્માં: કોઈના દોષ જોવા નહિ. ઈરેઝર: કોઈની સાથે કષાય થાય તો પ્રતિક્રમણ ક...

Read More

Dhara

My childhood is full of memories from LMHT, where I loved attending sessions, riding my bike, and bonding with the didi’s. One spe...

Read More

Shaurya

I have many fond memories of LMHT, where I learned valuable lessons like morning prayers and bowing to my parents. My friends and ...

Read More

Priyanshi

In school, I'm often given responsibility during group activities, which sometimes causes frustration when others aren't serious o...

Read More

Joy

મારું નામ જોય શ્રોફ છે. હું એક વર્ષથી Little MHT સેન્ટરમાં જાઉ છું. હું પહેલા વારંવાર રિસાઈ જતો હતો પણ જ્યારે Little MHT સેન્ટરમાં...

Read More

Prisha

મારું નામ પ્રિશા છે. હું દાદા ભગવાનના Little MHT Classes, Fuzion, Summer Campમાં જાઉં છું. અક્રમ એક્સપ્રેસ મેગેઝીન, દાદા ભગવાનની ક...

Read More

Tej

I started in BMHT, moved to LMHT, and now I'm in YMHT. My favourite part of LMHT was interacting with the didis, who supported and...

Read More

Feral

મારું નામ ફેરલ છે. જ્યારથી હું Little MHT ના સેશનમાં જાઉં છું ત્યારથી મારામાં ખૂબ ચેન્જીસ આવ્યા છે કે પહેલા હું જુઠ્ઠું બોલતી હતી ...

Read More

Labdhi

I remember going to different societies, asking people to throw rubbish in bins to keep the area clean, and distributing pamphlets...

Read More